શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન
દરેક વર્ગખંડમાં CCTV કેમેરાથી સતત મોનીટરીંગ અને શિસ્ત સાથે મૂલ્યલક્ષી શિક્ષણ
દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન સુવિધા ઉપલબ્ધ અને અઘતન ભૌતિક સુવિધા ધરાવતું સંપૂર્ણ હવા ઉજાસવાળા વર્ગખંડો.
જીવન કૌશલ્ય પ્રવૃત્તિઓ જ્યાં વિદ્યાર્થીઓને ઉપયોગી અને આનંદપ્રદ કૌશલ્ય વિકસાવવા અને તે જ સમયે આનંદ કરી શકે છે.
હું આ શાળાની વિદ્યાર્થીની છું. અમારી શાળામાંં વિદ્યાર્થીના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાની ઘણી અભ્યાસોત્તર પ્રવૃત્તિઓ કરાવવામાંં આવે છે. શાળામાંં દરેક વિદ્યાર્થીને શિક્ષકો તરફથી પૂરતું માર્ગદર્શન મળી છે. તેમજ દરેક શિક્ષક વિદ્યાર્થીઓની કારકિર્દી ઉત્તરોત્તર ઉજ્જવળ બની રહે તે માટે સખત મહેનત કરે છે તેમજ શ્રેષ્ઠ માર્ગદર્શન પુરુ પાડે છે.
મને લાગે છે કે રોજિંદા ધોરણે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો મારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ફાયદો આપે છે. જ્યારે તે શાળા છોડી જાય છે અને કર્મચારી તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તે કમ્પ્યુટરમાં મહાન શૈક્ષણિક કુશળતા ધરાવે છે.
મારી શાળા શ્રી નવદુર્ગા હાઇસ્કુલ. મારા વ્યકિતત્વને નીખારતી અને મારા ભવિષ્યને ચમકાવનાર પારસમણી છે. જેમાં અભ્યાસ કરીને મારા ભાવિની દિશા નક્કી કરવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. મને મારી શાળા ખૂબ ગમે છે, અને હું તેની ખુબ આભારી છું.
આ શાળામાં જુદી-જુદી પ્રવૃતિઓથી ભણાવવામાં આવે છે અહીંના શિક્ષકો હંમેશા બાળકાને ભણાવવા તત્પરરહે છે. આ શાળામાં ભણવાથી બાળકો કોઇ પણ ટ્યુશન વગર પણ સારા માર્કસ લાવી શકે છે. હું પણ ટુયશન વગર સારા માર્કસ લાવી શકી છું એનો મને મને ગર્વ છે તેના માટે શ્રી નવદુર્ગા શાળા પરિવારની આભારી છું
હું શ્રી નવદુર્ગા હાઇસ્કુલની વિદ્યાર્થીની છું. મારી શાળામાં શૈક્ષણિકકાર્યની સાથે સાથે ઘણી બધી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેમ કે રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, વાર્ષિક ઉત્સવ, વિદાય સમારંભ વગેરે. મારી શાળાના શિક્ષકો દ્વારા બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં આવે છે અને તમામ શિક્ષકો વિદ્યાર્થી ની પ્રગતિ માટે ખૂબ મહેનત કરે છે. હું પોતાને ખુશનસીબ માનુ છું કે મને આ શાળામાં અભ્યાસ કરવાની તક મળી.
શિક્ષા નું મૂળ કડવું હોય છે, પરંતુ તેનું ફળ મીઠું હોય .
શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો.